અરુણ ધુમલ નવેમ્બર 2022થી ઇન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેન છે. આ પહેલા તેઓ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) ના પ્રમુખ રહી ચૂક્યા છે. અરુણ ધુમલ હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધુમલના પુત્ર અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ છે.

