Home / Sports : Hardik Pandya will make a big announcement soon

હાર્દિક પંડ્યા ટૂંક સમયમાં કરશે મોટું એલાન, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી સૌને વિચારતા કરી દીધા

હાર્દિક પંડ્યા ટૂંક સમયમાં કરશે મોટું એલાન, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી સૌને વિચારતા કરી દીધા

ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ આરામ પર છે. પરંતુ શુક્રવારે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી જેનાથી સનસનાટી મચી ગઈ છે. જેણે તેના ચાહકોમાં ઉત્સુકતા  દીધી છે. જેથી હવે ઘણી અટકળો લગાવી રહ્યા છે.

ગત વર્ષે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સમાં તેની વાપસી કંઈ ખાસ રહી ન હતી. અને તેની કેપ્ટનશીપને લઈને ચાહકોએ ખૂબ ટીકા કરી હતી. આ સિવાય અંગત જીવનમાં પણ પત્ની નતાશા સ્તાનકોવિક સાથે છૂટાછેડા લીધા હતા. હાલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમી છે. આ સીરિઝમાં પંડ્યા નથી રમી રહ્યો. પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, 'હું જલ્દી કંઇક મોટી જાહેરાત કરીશ.' હવે આ પછી અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. 

થોડા દિવસોમાં આગામી IPL 2025 લઈને ઓકશન યોજાવનું છે. આ પહેલા ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓની રિટેન લીસ્ટ આપવાની છે. જેને લઈને કહેવાઈ રહ્યું છે કે કદાચ હાર્દિક મુંબઈને અલવિદા કહી શકે છે. બીજી કોઈપણ ટીમ સાથે પંડ્યા જોડાઈ શકે છે. તેની સંભાવના નકારી શકાય તેમ નથી.



Icon