ભારતીય ટીમ હાલ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આગામી મહિનાથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમવાની છે. પરિણામે આજે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાનું એલાન કર્યું છે. આ સિવાય સાઉથ આફ્રિકા સામે રમાનારી ટી-20 સિરીઝ માટે પણ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

