ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ BCCI એ મોટો નિર્ણય લીધો છે. હવે ક્રિકેટરના પરિવારો પર કડક નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમ હેઠળ જો કોઈ ટૂર્નામેન્ટ 45 અથવા તેનાથી વધારે દિવસની છે તો પરિવારને ખેલાડીઓ સાથે ફક્ત 14 દિવસ જ રહેવાની મંજૂરી મળશે અને જો ટૂર તેનાથી ઓછા દિવસની છે તો ફક્ત 7 દિવસ જ મળશે.

