Home / Sports / Hindi : Should Dhoni retire from the IPL now?

IPLમાંથી શું ધોનીએ હવે રિટાયર્ડ થઇ જવું જોઇએ? જાણો દિગ્ગજ ક્રિકેટરોની પ્રતિક્રિયા

IPLમાંથી શું ધોનીએ હવે રિટાયર્ડ થઇ જવું જોઇએ? જાણો દિગ્ગજ ક્રિકેટરોની પ્રતિક્રિયા

ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)નો દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) IPL 2025માં પોતાની ખરાબ બેટિંગ, બેટિંગ ઓર્ડર અને મેચ ફિનિશ ન કરી શકવાના કારણે ટીકાઓથી ઘેરાયેલો છે. ધોનીને IPLમાંથી સંન્યાસ લેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ વચ્ચે ધોનીએ પણ રિટાયરમેન્ટને લઇને પોતાની પ્રતિક્રિયા આપી હતી. ધોનીએ કહ્યું કે, આ નિર્ણય તેનું શરીર કરશે અને તેના માટે તેની પાસે 10 મહિના બાકી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ધોનીએ રિટાયરમેન્ટ લઇ લેવું જોઇએ? દિગ્ગજ ક્રિકેટરો શું માને છે

મેથ્યૂ હેડન: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મેથ્યૂ હેડને પણ ધોનીના પ્રદર્શનને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. મેથ્યૂ હેડને કહ્યું, 'ધોનીએ આ (દિલ્હી સામેની) મેચ પુરી થઇ ગયા પછી કોમેન્ટ્રી બોક્સમાં અમારી સાથે જોડાઇ જવું જોઇએ. તે તેનો આગવો ટચ ગુમાવી ચૂક્યો છે. તેનામાં હવે કશું ક્રિકેટ બાકી નથી. ચેન્નાઇ માટે ઘણું મોડું થઇ જાય તે પહેલા તેણે હકીકતને સ્વીકારી લેવો જોઇએ.'

નવજોતસિંહ સિદ્ધૂ- 'ઓહ...યે તો ફુસ્સ પટાકા નિકલા.ખોદા પહાડ નીકલી ચૂહિયા.' (મોહિતની બોલિંગમાં ફ્રી હિટ પર ધોનીનું બેટ બોલને સ્પર્શી ન શક્યું ત્યારે)

મનોજ તિવારી- 'ધોનીએ 2023માં ટાઇટલ જીતીને વિદાય લઇ લેવાની જરૂર હતી. તે આગવો ટચ ગુમાવી ચૂક્યો છે અને છેલ્લા બે વર્ષમાં તેનું કોઇ વિશિષ્ટ પ્રદર્શન જોવા મળ્યું નથી.'

રીકી પોન્ટિંગ- પંજાબ કિંગ્સના કોચ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગે પણ ધોનીના પ્રદર્શન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પોન્ટિંગે કહ્યું- 'આ સિઝન કેવી જશે તેના પર આ બાબત આધાર રાખે છે. જો તે બેટથી સારું પ્રદર્શન કરી શકે છે તો મને લાગે છે કે તે રમવાનું ચાલુ રાખશે. જો તેની બેટિંગમાં ઘટાડો થાય તો તે તેના વિશે વિચારવાનું શરુ કરી શકે છે. તે લાંબા સમયથી એક શાનદાર ખેલાડી રહ્યો છે.'

સહેવાગ-જો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ધોની પર દબાણ કરે તો તે રમવાનું ચાલુ રાખશે, કારણ કે CSK ઈચ્છે છે કે ધોની રમે. તેમણે ઉમેર્યું કે ધોનીની હાજરીથી ચેન્નઈની ફેન ફોલોઈંગ શાનદાર રહે છે, અને ફ્રેન્ચાઈઝી માટે આ ફાયદાકારક છે. જોકે, સેહવાગે એમ પણ કહ્યું કે ઘણી વખત ખેલાડીઓને બળજબરીથી કહેવામાં આવે છે કે "હવે બહુ થયું, તમે જાઓ," પરંતુ CSKમાં આવું નથી થયું. સેહવાગનું માનવું છે કે ધોનીની નિવૃત્તિનો નિર્ણય ફ્રેન્ચાઈઝી અને ધોનીની ઈચ્છા પર નિર્ભર છે

 

Related News

Icon