Home / Gujarat / Ahmedabad : CP G.S. Malik encouraged children at the summer camp at Police Lines

VIDEO: Ahmedabad પોલીસ લાઈન ખાતે સમર કેમ્પમાં CP જી.એસ મલિકે બાળકોને આપ્યું પ્રોત્સાહન

Ahmedabad: શહેર પોલીસ દ્વારા પોલીસ લાઈનના વિવિધ સેન્ટરો ઉપર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ગુજરાત પોલીસ દ્વારા પોલીસ પરિવારના બાળકો માટે સમર કેમ્પ યોજાય છે. ઉનાળા વેકેશન દરમિયાન બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી આયોજન કરવામાં આવે છે. અમદાવાદ શહેરની 15 પોલીસ લાઇન ખાતે સમર કેમ્પનું આયોજન કરાયું છે. સમર કેમ્પમાં ગત વર્ષે 600 બાળકોએ ભાગ લીધો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પોલીસ લાઈન ખાતે યોજાતા સમર કેમ્પમાં બાળકોને સેલ્ફ ડિફેન્સ, ડ્રોઈંગ, યોગા, ડાન્સ સહિતની પ્રવૃતિ શીખવવામાં આવે છે. ઓઢવ પોલીસ લાઇન ખાતે યોજાયેલા સમર કેમ્પની પોલીસ કમિશ્નરે મુલાકાત લીધી હતી. અમદાવાદના ઓઢવ ખાતે યોજાયેલ સમર કેમ્પના બાળકો સાથે CP જી.એસ મલિકે હળવી પળો વિતાવી હતી. બાળકો દ્વારા કરવામાં આવેલ આર્ટ નિહાળી તેમને પ્રોત્સાહન આપ્યું હતું. બાળકોએ પોલીસ કમિશનરનો આભાર માન્યો હતો.

Related News

Icon