જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે આતંકવાદી અને તેના આકાઓનો નાશ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રમાં મોદી સરકાર હવે સંપૂર્ણ સક્રિય દેખાઈ રહી છે. આજે રાજધાની દિલ્હીમાં ખૂબ જ હલચલ જોવા મળી રહી છે કારણ કે 'સુપર કેબિનેટ' બેઠક યોજાઈ રહી છે. PM મોદી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (CCS) અને રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) ની મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. સીસીએસ એ સરકારી સંસ્થા છે જે રાષ્ટ્રીય સુરક્ષા બાબતો પર સૌથી મોટા નિર્ણયો લે છે. કેબિનેટ સમિતિઓમાં CCPA સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. CCPA ને ઘણીવાર 'સુપર કેબિનેટ' તરીકે ઓળખવામાં આવે છે.

