તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ કેસમાં સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. પહેલી વાર ન્યાયાધીશ જેપી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરી છે. આ મામલે Supreme Court એ કહ્યું છે કે, 'રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો ફરજિયાત રહેશે. કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા કાર્યો ન્યાયિક સમીક્ષાને પાત્ર છે.'

