
સુરેન્દ્રનગરમાં જુગાર તોડકાંડ મુદ્દે સેસન્સ કોર્ટ દ્વારા પી.આઈ યુવરાજસિંહ ગોહિલ તથા પોલીસકર્મી મહિપતસિંહ સોલંકીને હાજર થવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. જુગાર મામલે 51 લાખનો તોડ પી.આઈ અને પોલીસકર્મીએ કર્યા હોવાનો SMCએ આરોપ મુક્યો હતો. લીંબડી DYSP વિશાલ રબારીને આ સમગ્ર બાબતની તપાસ સોંપવામાં આવી છે.
કોર્ટ દ્વારા જાહેરનામું બહાર પાડી બંને પોલીસ અધિકારીને તાત્કાલિક હાજર થવા આદેશ અપાયા છે. જાહેરનામું પ્રસિદ્ધ થયાના ૩૦ દિવસમાં નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડિવિઝન સમક્ષ હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે. જો હાજર નહિ થાય તો બંને પોલીસકર્મીઓની મિલ્કતો જપ્ત કરવામાં આવશે. પોલીસે બંનેના રહેણાક મકાનોની તપાસ વારંવાર કરી પણ તેઓ ન મળી આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. અંતે કોર્ટે જાહેરનામું બહાર પાડી હાજર થવા આદેશ આપ્યો છે.