
UK MPs condemn Pahalgam Attack: બ્રિટનના સાંસદોએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની(Phalagam terror Attack) નિંદા કરી છે. બ્રિટનના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ આશા વ્યક્ત કરી કે હુમલા પાછળના ગુનેગારોને ટૂંક સમયમાં કાર્યવાહી કરાશે. સંસદમાં પોતાના ભાષણમાં તનમનજીત સિંહ ઢેસીએ નાગરિકો પર થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, 'હું પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યા છે.' નોંધનીય છે કે, પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોનાં મોત થયા છે.
બ્રિટનના હાઉસ ઓફ કોમન્સના નેતાએ દુઃખ વ્યક્ત કર્યું
બ્રિટનના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ કહ્યું કે, 'આ અઠવાડિયે પોપ ફ્રાન્સિસના દુ:ખદ અવસાન પર આપણે શોક વ્યક્ત કરી રહ્યા છીએ, પરંતુ આ અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાથી પણ હું ખૂબ જ દુઃખી છું. પીડિતોના પરિવારો મારી પ્રાર્થનામાં છે, અને મને નિષ્ઠાપૂર્વક આશા છે કે ગુનેગારોને ટૂંક સમયમાં સજા મળશે.'
યુકે હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે પહેલગામમાં થયેલા હુમલાને કાયરતાનું કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે, 'યુકે સરકારની સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો સાથે છે, ખાસ કરીને જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે. કાશ્મીરમાં આ ભયાનક આતંકી હુમલો હતો. તે એક કાયરતાપૂર્ણ કૃત્ય હતું અને મારી અને સમગ્ર સરકારની સંવેદનાઓ અસરગ્રસ્તો સાથે છે, ખાસ કરીને જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.'
યુકેના સાંસદોએ આતંકવાદની નિંદા કરી
યુકેના સાંસદોની હાજરીએ આતંકવાદની નિંદા કરવા અને આતંકવાદ સામે એકતા સાધવાની આપણી સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. આ કાર્યક્રમમાં યુકેભરમાંથી ભારતીય ડાયસ્પોરા હાજર રહ્યા હતા, જેઓ પીડિતો અને તેમના પરિવારો સાથે શ્રદ્ધાંજલિ આપવા અને એકતા વ્યક્ત કરવા આવ્યા હતા.