
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે તાપી જિલ્લાના સંવેદનશીલ સ્થળોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. રાજ્યના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલે ઉકાઈ ડેમ અને થર્મલ પાવર સ્ટેશનની મુલાકાત લીધી હતી.
સુરક્ષા બેઠક યોજાઈ
મંત્રીએ આ સંવેદનશીલ સ્થળોના અધિકારીઓ સાથે સુરક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર અને ઈન્ચાર્જ એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અજાણ્યાના પ્રવેશ પર પ્રતિબંધ
મંત્રીએ સંવેદનશીલ વિસ્તારોમાં અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા સૂચના આપી હતી. તેમણે સંબંધિત વિભાગોને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે તેમણે સંવેદનશીલ સ્થળોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.