સાબરકાંઠા જિલ્લાના વિજયનગર વિસ્તારમાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ જ નથી. વિજયનગરના ઉપલી ફરીના એક બંધ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. અડધી રાત્રે હથિયારો સાથે ચોરી કરવા નીકળેલા 5 ચોર CCTVમાં કેદ થયા છે. આ ચોરો લોક તોડવા માટેના સાધનો સાથે આવ્યા હતા. વિજયનગરમાં સક્રિય થયેલી ચોર ગેંગે રૂપિયા 77 હજારથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો.
જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લાના વિજય નગર વિસ્તારમાં 5 જેટલા તસ્કરો ચોરી કરવાનાના સાધનો સાથે સીસીટીવીમાં કેદ થયા છે. આ ચોર દુકાન અને મકાનના દરવાજાના નકૂચા તોડવાના સાધનો સાથે રસ્તા પર ફરતા જોવા મળ્યા છે. પાંચ જેટલા શખ્સોની ગેંગ ચોરીના સાધનો સાથે CCTVમાં કેદ થઈ છે. આ ગેંગ વિરુદ્ધ રૂ. 77 હજારથી વધુની ચોરીની ફરિયાદ નોંધાઈ છે. વિજયનગરમાં ચોરી ગેંગ સક્રિય થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પોલીસે ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ ટીમ સાથે તપાસ શરૂ કરી છે. ચોરીની ઘટનાને પગલે પોલીસ પેટ્રોલિંગ વધુ તેજ કરાય તેવી માંગ ઉઠવા પામી છે.