
ખાર પોલીસે એક શખ્સ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ શખ્સે ખોટા સમાચાર ફેલાવ્યા હતા કે અભિનેતા ટાઇગર શ્રોફને મારવા માટે 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આરોપીની ઓળખ મનીષ કુમાર સુજિન્દર સિંહ (35) તરીકે થઈ છે. તે મૂળ પંજાબનો રહેવાસી છે.
શું છે આખો મામલો?
સોમવારે મનીષે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી કે ટ્રિગ નામની Security કંપનીના કેટલાક લોકો અભિનેતા ટાઈગર શ્રોફની હત્યા કરવા જઈ રહ્યા છે. એટલું જ નહીં, આરોપી મનીષ કુમારે કંટ્રોલ રૂમને જણાવ્યું કે તેણે તેને અભિનેતા ટાઇગર શ્રોફને મારવા માટે હથિયારો અને 2 લાખ રૂપિયાનો સોપારી પણ આપી હતી.
આ ધમકીભર્યા ફોન કોલ બાદ સુરક્ષા વ્યવસ્થા હરકતમાં આવી ગઈ. જોકે, જ્યારે પોલીસે હકીકતોની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે મનીષ કુમારે કંટ્રોલ રૂમને ખોટી માહિતી આપી હતી. ખાર પોલીસે આ મામલે મનીષ કુમાર સુજિન્દર સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ ફિલ્મોમાં જોવા મળ્યો હતો ટાઇગર શ્રોફ
જો આપણે ટાઇગર શ્રોફના કાર્યક્ષેત્ર પર નજર કરીએ તો, અભિનેતાએ હીરોપંતીથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે બાગી, અ ફ્લાઈંગ જટ્ટ, મુન્ના માઈકલ, વેલકમ ટુ ન્યૂયોર્ક, બાગી 2, સ્ટુડન્ટ ઓફ ધ યર 2, વોર, બાગી 3, હીરોપંતી 2, ગણપથ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. 2024માં, તે બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર પણ હતો. પણ ફિલ્મ ફ્લોપ ગઈ હતી. આ ઉપરાંત તે સિંઘમ અગેનમાં પણ જોવા મળ્યો હતો. હવે તે બાગી 4 માં જોવા મળશે.