
અમરેલીમાં ધારી રોડ પર નવ ખીજડીયાના પાટિયા પાસે ટ્રેક્ટર પલટી મારી જતાં ટ્રેક્ટર ચાલકનું મોત નીપજ્યું હતું. ધારી રોડ પર કારખાણેથી ટ્રેક્ટરમાં બ્લોક ભરી વાંકીયા તરફ જતાં ખીજડીયા પાસે આ ઘટના બની. સિમેન્ટના બ્લોક ભરેલા ટ્રેક્ટરમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં ટ્રેક્ટરે પલટી મારી હતી. આ દુર્ઘટનામાં ૩૨ વર્ષીય પંછીભાઈ પ્રભુભાઈ ટાંકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.