
સાબરકાંઠામાં ટ્રેક્ટર ચાલકે વીજપોલને ટક્કર મારતા એક સાથે ત્રણ વીજપોલ થયા ધરાશાયી. ચાલુ વીજપોલ તૂટી પડતાં બહાર ઉનાળે આજુબાજુના ગામનો વીજ પુરવઠો ઠપ થવા પામ્યો હતો. UGVCL વિભાગે ટ્રેક્ટર ચાલકની સામે કાર્યવાહી હાથ ધરી.
એક સાથે ત્રણ વીજપોલને મારી ટક્કર
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વાસણા રોડ પર ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા વીજપોલને ટક્કર મારી હતી. ટ્રેક્ટર ચાલકે ત્રણ વીજપોલને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. આસપાસના લોકો તેમજ વાહનચાલકોની અવરજવર સમયે આ સમગ્ર ઘટના બનતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. વીજપોલ રિક્ષા ચાલક ઉપર પડતાં ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
વીજપોલ ધરાશાહી થતાં વિજપુરવઠો ઠપ
સમગ્ર ઘટનાની જાણ વીજ વિભાગને કરવામાં આવતા ખેડબ્રહ્મા UGVCL વિભાગ તત્કાલ ધટના સ્થળે પહોંચ્યા હતા. UGVCL વિભાગ દ્વારા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથધરી છે. ભર ઉનાળે વીજ પોલ ધરાશાઈ થતા થતા આજુબાજુના ગામનો વીજપુરવઠો ખોરવાતા ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે.