રેસ્ટોરન્ટમાં જમવા જવાનું થાય ત્યારે ખોરાક છેલ્લે પડયો રહેવાથી બગાડ થતો હોય છે. આવુ દરેકની સાથે કયારેકને કયારેક બન્યું હોય છે. જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયે રેસ્ટોરન્ટના ગ્રાહકો માટે એક ગાઇડલાઇન તૈયાર કરી છે જ અનુસાર બચેલું ભોજન સ્વચ્છતા પૂર્વક ગ્રાહક ઘરે લઇ જઇ શકે તેવો દિશા નિર્દેશ આપ્યો છે. આ પગલું ભોજનની બરબાદી અટકાવવાની દિશામાં ખૂબજ મહત્વનું છે.
એક માહિતી અનુસાર જાપાનમાં 2022માં 47.2 લાખ ટન જેટલું ભોજન બરબાદ થાય છે.તેનો 50 ટકા કરતા પણ વધારે હિસ્સો એટલે કે 23.6 લાખ ટન અન્નનો રેસ્ટોરન્ટમાં બગાડ થાય છે. આથી જો ગ્રાહક આખું ભોજન ખાઇ ના શકે તો તેને ઘરે લઇ જઇ શકે છે. જેના માટે હાઇજીનનું ધ્યાન રાખીને ડિસ્પોઝેબલ પેકિંગ કરી આપવામાં આવશે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.