Home / Trending : VIDEO/ 'What does human flesh taste like?' Indian YouTuber meets cannibals

VIDEO/ ‘માનવ માંસનો સ્વાદ કેવો હોય છે?’ ભારતીય યુટ્યુબર નરભક્ષકોને મળ્યો

VIDEO/ ‘માનવ માંસનો સ્વાદ કેવો હોય છે?’ ભારતીય યુટ્યુબર નરભક્ષકોને મળ્યો

દુનિયામાં આજે પણ એવી કેટલીક ખતરનાક જનજાતિ અસ્તિત્વ ધરાવે છે જેણે અવિશે સાંભળી તમે ચોંકી જશો. આ જનજાતિઓ મોટે ભાગે ગાઢ જંગલમાં વસવાટ કરે છે. સામાન્ય લોકો સાથે તેમણે કોઈ વ્યવહાર નથી હોતા. ગાઢ જંગલોમાં એવી વસ્તી રહે છે, જે માનવ માંસ ખાવાનું પસંદ કરે છે, તો શું તમે ત્યાં જવાનું પસંદ કરશો? દેખીતી રીતે, તમે કહેશો કે ફક્ત એક પાગલ વ્યક્તિ જ આવી ભૂલ કરશે. પરંતુ ધીરજ મીના નામના ભારતીય યુટ્યુબર તાજેતરમાં ઇન્ડોનેશિયામાં રહેતી આવી જ એક નરભક્ષી આદિજાતિને મળ્યા છે અને તેમની સાથે વીડિયો બનાવી શેર કર્યા છે. 

જી હા.. ઇન્ડોનેશિયાના ગાઢ જંગલોમાં વસતી કોરોવાઈ જાતિની વાત કરી રહ્યા છીએ, જે ઈન્ડોનેશિયાના પાપુઆ પ્રાંતના જંગલોમાં રહે છે. ટ્રાવેલ વ્લોગર મીનાનો અનુભવ કોરોવાઈની પરંપરાગત જીવનશૈલી, તેમના ટ્રી હાઉસ અને તેમની દૈનિક પ્રવૃત્તિઓ દર્શાવે છે.

કોરોવાઈ લોકો ઐતિહાસિક રીતે નરભક્ષીતા માટે જાણીતા હતા. જોકે, વ્લોગર મીનાની વાતચીત પરથી સ્પષ્ટ થઈ ગયું કે આ પ્રથા હવે ખતમ થઈ ગઈ છે. આદિજાતિના એક સભ્યએ વ્લોગરને જણાવ્યું કે છેલ્લા 16 વર્ષથી આવું કોઈ વર્તન જોવા મળ્યું નથી. આવું ફક્ત આદિવાસી સંઘર્ષ દરમિયાન જ થતું હતું.

તેમણે કહ્યું કે આદિવાસી સંઘર્ષ દરમિયાન કોરોવાઈ તેમના હરીફોને મારીને ખાઈ જતાં હતા. ખાસ કરીને જેઓ મહિલાઓને પકડતા હતા. જો કે, આ પ્રથા હવે તેમની સંસ્કૃતિનો ભાગ નથી. તેમનું કોરોવાઈ લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમની સંસ્કૃતિ અને રિવાજો વિશે જાણવા માટે તેમની સાથે ઘણા દિવસો વિતાવ્યા.

વ્લોગરે કોરોવાઈને પૂછ્યું હતું કે, માનવ માંસનો સ્વાદ કેવો હોય છે? આદિજાતિના સભ્યો આ વાત ન કહી શક્યા, પરંતુ વ્લોગરે નૃવંશશાસ્ત્રીઓને ટાંકીને લોકોને કહ્યું કે માનવ માંસનો સ્વાદ કંઈક અંશે ડુક્કરનું માંસ અથવા બીફ જેવો હોય છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે હવે બહારની દુનિયા સાથે સંપર્ક વધવાને કારણે આ લોકોની સંસ્કૃતિ અને જીવનશૈલી બદલાઈ ગઈ છે. આદિજાતિ હવે મુખ્યત્વે શિકાર, ખાદ્યપદાર્થો અને માછીમારી દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરે છે.

તેમણે કહ્યું, કોરોવાઈ ખૂબ જ દૂરના વિસ્તારોમાં રહે છે અને પરંપરાગત જીવનશૈલીને અનુસરે છે. આજે પણ તેઓ કપડા વગર રહે છે. આદિજાતિના પુરુષો અને સ્ત્રીઓ અલગ-અલગ મકાનોમાં રહે છે. તેમણે કહ્યું કે કોરોવાઈ જમીનથી ઊંચા વૃક્ષો પર પોતાનું ઘર બનાવે છે. આદિજાતિ સુધી પહોંચવા માટે, વ્લોગરે હવાઈ મુસાફરી કરી, 10 કલાક બોટ દ્વારા મુસાફરી કરી, પછી ગાઢ જંગલોમાં ચાર કલાક સુધી ટ્રેકિંગ કર્યું.