પાડોશી દેશ મ્યાનમારમાં ૨૫ ફૂટ ઉંચો અને ૫૦ મીટર પહોળો પથ્થર છે જે સદીઓથી ઢાળ પર ટકી રહયો છે. તેની નજીક જતા કેટલાકને હમણાં નીચે આવશે એવો ડર લાગે છે. આ સ્થળ ટેનાસેરીમના દરિયાકાંઠાના ઉત્તર ભાગમાં મોન રાજયના કાયકટોની નજીક આવેલું છે. પૂર્વીય યોમા પર્વતોની પાઉંગ લોંગ રેંજ પર છે જે યાંગોનથી ૨૧૦ કિમી દૂર અને મોન રાજયના પાટનગર માવલામાઇનની ઉત્તરે ૧૪૦ કિમી દૂર કિન પુન ગામ નજીક છે. આ સ્થળ કિનપુન ગામના નામથી જ ઓળખાય છે.
ગુરુત્વાકર્ષણ બળના નિયમ મુજબ કોઇ પણ ચીજ અત્યંત ઢાળમાં હોય અને આજુબાજુ મજબૂત ટેકો ના હોયતો નીચે આવવા લાગે છે પરંતુ નવાઇની વાત તો એ છે કે આ પથ્થર કોઇ પણ ટેકા વગર ટકેલો છે. પહાડના ઢોળાવના એકદમ છેડે લટકેલો છે.ગુરુત્વાકર્ષણ બળની વિરુધ આ પથ્થર કેવી રીતે બેસાડેલો છે તે કોઇ સમજી શકતું નથી. આથી ચમત્કારિક પથ્થરને ગોલ્ડન રૉક નામ આપવામાં આવ્યું છે. આ સોનાનો નથી પરંતુ સોનાનું પરત ચડાવીને સોના જેવો બનાવવામાં આવ્યો છે.એક પથ્થરની ઉપર બીજો પથ્થર પણ જોવા મળે છે જે મજબૂત રીતે એક સાથે ચોંટેલો છે. ૧૧૦૦ મીટર ઉંચાઇ પર આવેલા ગોલ્ડન રોકને કયૈકટિયો પેગોડા પણ કહેવામાં આવે છે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.