ઉકાઈ ડેમના ઉપરવાસમાં સિઝનના પ્રારંભે જ સારો વરસાદ પડ્યો છે. સરેરાશ વરસાદ ચાર ઇંચથી વધારે થયો છે. જેના કારણે ડેમમાં પાણીના નવા નીર ગયા વર્ષ કરતા અઠવાડિયા વહેલા આવ્યા હતા. નવ દિવસમાં ડેમની સપાટીમાં બે ફૂટનો વધારો થયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસના વિવિધ રેઈનગેજ સ્ટેશનો પર નોંધપાત્ર વરસાદ થયો છે. કાકડીઅંબામાં 4 ઇંચ, ચોપડવાવમાં 6 ઇંચ, કુકરમુંડામાં 2 ઇંચ, નિઝરમાં 2 ઇંચ, ઉકાઈમાં 3 ઇંચ, અક્કલકુવામાં 1 ઇંચ, દુસખેડામાં 1.5 ઇંચ, ચાંદપુરમાં 2.5 ઇંચ અને વેલંદામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

