ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં લેવા અને વિશ્વને એકીકૃત થવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે આતંકીઓને કોઈપણ કારણોસર છોડવા ન જોઈએ. એસ જયશંકરે કહ્યું કે, આતંકવાદી સંગઠન અમુક દેશો માટે કામ કરે છે, એવું પણ કરવા ન દેવું જોઈએ. આ સિવાય તેમણે વૈશ્વિક સમુદાય પાસે અપીલ કરી છે કે, કોઈપણ દેશના પરમાણું બ્લેકમેલ સામે નતમસ્તક ન થવું જોઈએ. પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ભારતનો હુમલો આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સનો સીધો સંદેશો આપે છે.

