મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસની સુનાવણી દરમિયાન ગયા વર્ષે ખુદ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે રાજ્યના અન્ય બ્રિજની સ્થિતિને લઈને બહું ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને આવી દુર્ઘટના ફરી ના બને અને નિર્દોષ નાગરિકોના જીવ ના જાય તે માટેની સરકારને કડક તાકીદ કરી હતી. હાઈકોર્ટે સરકારને રાજ્યના તમામ બ્રિજોનું ચોમાસા પહેલા અને ચોમાસા પછી ઈન્સેક્શન કરવા અને તેનો સ્ટેટસ રિપોર્ટ તૈયાર કરવા પણ નિર્દેશ કર્યો હતો.

