અમરેલી-સાવરકુંડલાના ઘોબા ગામે ફસાયેલા પાંચ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘોબાથી ઠાસા જવાના રસ્તા પર આવેલા એક ખેતરમાં પાંચ ખેત મજૂરો ફસાયા હતા. પાંચે પાંચ મજૂરોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. NDRFની ટીમે ત્રણ મહિલા સહિત અન્ય બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા. પોલીસ વિભાગ, નાયબ કલેક્ટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા.