Home / Gujarat / Ahmedabad : Rain suddenly fell in several areas of the city late at night, accompanied by lightning

Ahmedabad news: શહેરમાં મોડી રાતે અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે અચાનક જ વરસાદ તૂટી પડ્યો

Ahmedabad news: શહેરમાં મોડી રાતે અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે અચાનક જ વરસાદ તૂટી પડ્યો

 અમદાવાદમાં મોડી રાતે અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે અચાનક જ વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની શરૂઆત લગભગ અઢીથી ત્રણ વાગ્યાના સુમારે થઇ હતી. જોકે ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને વાતાવરણમાં અચાનક જ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ક્યાં ક્યાં પડ્યો વરસાદ 

અમદાવાદમાં ગત રાત્રે એસ.જી.હાઈવે, જુહાપુર-સરખેજ, વટવા, ઘોડાસર, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, શાહીબાગ, ઈન્કમટેક્સ, નવરંગપુરા, મણિનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે ધડબડાટી બોલાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પહેલાથી જ વરસાદની આગાહી કરી હતી અને તે સાચી પણ પડતી દેખાઈ રહી છે. આ સાથે થોડા દિવસો સુધી ભારે પવન ફૂંકાવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા 

માહિતી અનુસાર અમદાવાદમાં મોડી રાતે એટલો વરસાદ પડ્યો કે બાપુનગરના અજિત મિલ ચાર રસ્તા, અમદુપુરાના વોરાના રોઝા નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જોકે મોડી રાતે વરસાદ પડ્યા બાદ રોકાઈ જવા છતાં હજુ સુધી વરસાદી પાણી ન ઓસરતાં તંત્રની પોલ ખુલતી પણ દેખાઈ રહી છે. 

Related News

Icon