પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ એક્ટ વિરુદ્ધ આજે (શુક્રવારે) ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. કેટલાક પ્રદર્શનકારીઓએ નિમ્તિતા રેલવે સ્ટેશન પર હિંસક વિરોધ પ્રદર્શન કર્યું અને ટ્રેન પર પથ્થરમારો કર્યો. હિંસાને કારણે ઘણી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે અને બે રદ કરવામાં આવી છે. હિંસા અને આગચંપીને જોતા મુર્શિદાબાદના શમશેરગંજમાં બીએસએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે હિંસા અંગે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે.

