રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. જેના લીધે જનતા- પશુઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ આપ્યું છે તો કચ્છ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. મોરબી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં યલો એલર્ટ અપાયું છે. આજે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ગઈકાલે અમદાવાદ શહેરનું 43.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હાલ હાલ લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ હોવાથી ગરમીનો અનુભવ વધું થઈ રહ્યો છે. ગઈકાલે કંડલામાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે આખા રાજ્યમાં સૌથી વધુ તાપમાન રહ્યું હતું.

