Rain in Gujarat : ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ભરેઉનાળે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આજે ગુરુવારે (22 મે, 2025) રાજકોટ, પોરબંદર, અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે જોરદાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે પાકને નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

