બલુચિસ્તાનમાં ફરી એકવાર પાકિસ્તાની સેના પર હુમલો થયો છે. આ હુમલો કેચ જિલ્લામાં થયો હતો, અને તેમાં ઘણા સૈનિકો ઘાયલ થયા હતા, જ્યારે કેટલાકના મોતના અહેવાલો પણ છે. હુમલાખોરોએ પાકિસ્તાની સેનાના કાફલાને બોમ્બથી નિશાન બનાવ્યો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે.

