Home / World : Internet news: This country has set the record for the fastest internet speed in the world, you will be shocked to know the speed, know this

Internet news: વિશ્વમાં આ દેશે બનાવ્યો સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડનો રેકોર્ડ, સ્પીડ જાણી ચોંકી જશો, જાણો

Internet news: વિશ્વમાં આ દેશે બનાવ્યો સૌથી ઝડપી ઈન્ટરનેટ સ્પીડનો રેકોર્ડ, સ્પીડ જાણી ચોંકી જશો, જાણો

Internet news: આ દેશ  દ્વારા હાલમાં જ એક ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. તેમણે એવા ઈન્ટરનેટની શોધ કરી છે જે આજ સુધી દુનિયાના કોઈ દેશ દ્વારા કરવામાં નથી આવી. થોડા સમય પહેલાં ચીન દ્વારા 6Gની શોધ કરવામાં આવી હતી, પરંતુ જાપાનની સ્પીડ સાંભળીને કોઈ પણ અવાક થઈ જશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેટલી છે ઈન્ટરનેટ સ્પીડ?
જાપાનના રિસર્ચર્સ દ્વારા જે ઈન્ટરનેટ સ્પીડ મેળવવામાં આવી છે એ 1.02 પેટાબિટ્સ પર સેકન્ડ છે. 1.02 પેટાબિટ્સ એટલે 1,27,500 ગિગાબાઇટ્સ થાય છે. જાપાનના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલૉજીએ સુમિટોમો ઇલેક્ટ્રિક અને ઈન્ટરનેશનલ રિસર્ચર્સ સાથે મળીને આ ટેક્નોલોજી શોધી છે. ભારતમાં ઈન્ટરનેટની એવરેજ સ્પીડ 50–60 મેગાબિટ્સ પર સેકન્ડ છે. એના કરતાં જાપાનની સ્પીડ 1.60 કરોડ ઘણી વધારે છે. આ ટેક્નોલૉજીની મદદથી ગ્લોબલ ડેટા શેરિંગ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગને ખૂબ જ લાભ થશે.

રિયલ-ટાઈમ AI પ્રોસેસિંગ
આ રેકોર્ડ બ્રેકિંગ ઇન્ટરનેટ સ્પીડની મદદથી AIના ડેટાને એક દેશમાંથી બીજા દેશમાં પ્રોસેસ કરવું ખૂબ જ સરળ થઈ જશે. આ ઇન્ટરનેટ સ્પીડની મદદથી એક ડેટા સેન્ટરને બીજા ડેટા સેન્ટર સાથે પણ કનેક્ટ કરી શકાશે, જાણે બન્ને એક જ લોકલ નેટવર્ક પર કામ કરતા હોય એ રીતે. ક્લાઉડ કોમ્પ્યુટિંગ, જનરેટિવ AI, સેલ્ફ-ડ્રાઇવિંગ કાર અને રિયલ-ટાઈમ ટ્રાન્સલેશન ટૂલ માટે આ ઈન્ટરનેટ સ્પીડ ખૂબ જ મદદરૂપ બની શકે છે. સ્ટાન્ડર્ડ-સાઈઝ ફાઈબર ઓપ્ટિક કેબલનો ઉપયોગ કરીને રિસર્ચર્સ દ્વારા 1.02 પેટાબિટ્સના ડેટા એક સેકન્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ડેટા 1808 કિલોમીટર દૂર કેબલ દ્વારા ટ્રાન્સફર કરાયા. એ પણ એક સેકન્ડમાં.

ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં આવશે બદલાવ
જાપાન દ્વારા જે રેકોર્ડ બ્રેકિંગ સ્પીડ મેળવવામાં સફળતા મળી છે એના કારણે ભવિષ્યમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં ઘણો બદલાવ આવશે. આ સ્પીડને કારણે નેટફ્લિક્સની તમામ ફિલ્મો અને વેબ સિરીઝને એક સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાય છે. આ સ્પીડ દ્વારા દુનિયાની મોટાભાગની ગેમ્સ એક સેકન્ડમાં ડાઉનલોડ થઈ શકે. તેમ જ 8K અલ્ટ્રા-હાઈ ડેફિનેશન ધરાવતા લાખો વિડિયો એક સાથે સ્ટ્રીમ થઈ શકે. આ ટેક્નોલૉજી હજી લોકોના ઘર સુધી નથી પહોંચી. જાપાન સિવાય કોઈ પાસે આ ટેક્નોલૉજી નથી. આથી દુનિયાભરના દેશો, કંપનીઓ, ડેટા સેન્ટરો, ટેલિકોમ ઓપરેટરો વગેરે આ પ્રકારની ટેક્નોલૉજી શોધવા પાછળ દોડ મૂકશે એ નક્કી છે.

Related News

Icon