Home / World : Sunita Williams' return will be delayed further: Crew-10 spaceship could not launched

સુનિતા વિલિયમ્સની અવકાશથી વાપસીમાં થશે હજુ વિલંબ: ક્રૂ-10 સ્પેસશીપ ન થઈ શક્યું લોન્ચ 

સુનિતા વિલિયમ્સની અવકાશથી વાપસીમાં થશે હજુ વિલંબ: ક્રૂ-10 સ્પેસશીપ ન થઈ શક્યું લોન્ચ 

અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની ધરતી પર વાપસી ફરી એકવાર અટકી ગઈ છે. અંતરિક્ષમાં 9 મહિનાથી ફસાયેલી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીને લઈને મોટી આશા હતી. અમેરિકાની સ્પેસ એજન્સી નાસ સુનિતાની વાપસી સુનિશ્ચિત કરવા માટે ક્રૂ-10 નામનું સ્પેસશિપ લોન્ચ કરવાનું હતું. પરંતુ, ટેક્નિકલ ખામીના કારણે ક્રૂ-10 નું લૉન્ચિંગ ટાળવું પડ્યું છે. NASA એ કહ્યું કે, ક્રૂ-10માં હાઇડ્રોલિક સિસ્ટમમમાં તકલીફના કારણે લૉન્ચિંગ રોકવું પડ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુનિતા વિલિયમ્સને વાપસી માટે હજુ રાહ જોવી પડશે

ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી સુનિતાની વાપસી માટે ક્રૂ-10 મહત્ત્વપૂર્ણ છે કારણકે, તેનો હેતુ ક્રૂ-9 ની જગ્યા લેવાનું છે. ક્રૂ-9 દ્વારા જ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસમાં ગયા હતાં. નાસાએ પહેલાં જ કહ્યું હતું કે, ક્રૂ-9 આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) થી ત્યારે જ પરત આવી શકે છે, જ્યારે ક્રૂ-10 અંતરિક્ષમાં લૉન્ચ થઈ જાય. 

એલોન મસ્કને સોંપાઈ જવાબદારી

નોંધનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીમાં ખુદ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રસ લઈ રહ્યાં છે. તેમણે સ્પેસ એક્સના માલિક એલોન મસ્કને આ જવાબદારી સોંપી છે. ટ્રમ્પે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે, બાઈડેને સુનિતા અને બુચ વિલ્મોરને અંતરિક્ષમાં જ છોડી દીધાં છે. પરંતુ, મેં તેમને પરત લાવવા માટે એલોન મસ્ક સાથે વાત કરી છે અને મસ્કે આ માટે પોતાની સંમતિ પણ આપી છે. ત્યારબાદ મસ્કની કંપની સ્પેસ એક્સે આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને ક્રૂ-10 લૉન્ચ કરવાનું હતું, પરંતુ, હવે તેનું લૉન્ચિંગ પણ ટાળવામાં આવ્યું છે.

હવે ક્યારે લૉન્ચ થશે ક્રૂ-10?

NASA અનુસાર, હવે ક્રૂ-10 ગુરૂવારે (17 માર્ચ) લૉન્ચ થઈ શકે છે. જોકે, આ તારીખ પણ નક્કી નથી અને હવામાન સહિત અન્ય પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. ક્રૂ-10, સ્પેસએક્સની હ્યુમન સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનું 10મું ક્રૂ રોટેશન મિશન છે.

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગત 5 જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયા હતાં. તેમણે એક અઠવાડિયા બાદ પરત ફરવાનું હતું પરંતુ, બોઇંગ સ્ટારલાઇનરમાં ગડબડના કારણે તે બંને ત્યાં ફસાઈ ગયા છે. બંને એસ્ટ્રોનૉટ્સ બોઇંગ અને નાસાના જોઇન્ટ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર અંતરિક્ષમાં ગયા હતાં. ત્યારબાદ તેમને પરત લાવવાનો પ્રયાસ શરૂ છે. 

 

Related News

Icon