Home / Gujarat / Vadodara : Vadodara: Two pieces of the Gambhira Bridge were cut in the middle

Vadodara: ગંભીરા બ્રિજના વચ્ચેથી 2 કટકા, ડ્રોન VIDEO સામે આવ્યા

વડોદરાઃ પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખાબકી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે પાંચ લોકોના રેસ્ક્યૂ કરાયા હતા. શરૂઆતમાં ત્રણ મૃતદેહો બાદ વધુ પાંચ મૃતદેહો મળતાં મૃતકાંક 8 થઈ ગયો છે. ત્યારે આ દુર્ઘટનાના ડ્રોન વીડિયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બ્રિજના વચ્ચેથી જ 2 કટકા થઈ ગયા છે. આ બ્રિજ મહિસાગર નદી પર આવેલો છે. તેનું નિર્માણ 1985માં પૂર્ણ કરાયું હતું. બ્રિજ ધરાશાયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઇ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સરવે પણ હાથ ધરાયો હતો, પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઇ ગઇ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon