Home / Gujarat : News of relief amidst scorching heat, monsoon may start from June

કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર, જૂન મહિનાથી શરૂ થઈ શકે છે ચોમાસું

કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર, જૂન મહિનાથી શરૂ થઈ શકે છે ચોમાસું

છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ખાનગી હવામાન એજન્સી દ્વારા દેશમાં ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આ વર્ષે સામાન્ય કરતાં ત્રણ ટકા વધુ પડવાની શક્યતા દર્શાવામાં આવી છે. જેમાં આગામી જૂન મહિનાથી જ ચોમાસાની શરૂઆત થવાની ભીતિ વર્તાઈ રહી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે

ખાનગી હવામાન એજન્સી મુજબ, લા લીનોની પરિસ્થિતિમાં બદવાલ જોવા મળી રહ્યો છે, ત્યારે વર્ષ 2025માં ચોમાસું સામાન્ય રહેશે. જેમાં 103 ટકા વરસાદ પડવાની શક્યતા છે. આગામી જૂન અને સપ્ટેમ્બર, 2025 માં સામાન્ય કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે, જેમાં 80 ટકા વરસાદની શક્યતા છે. આસામ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે જૂન મહિનામાં કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવામાં વધુ વરસાદ પડશે. જુલાઈ મહિનામાં પશ્ચિમ ભારતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થવાની શક્યાત!

જ્યારે ઑગસ્ટમાં દેશના મધ્ય અને પૂર્વીય રાજ્યો સામાન્ય કરતાં વધુ અને સપ્ટેમ્બર મહિનામાં મધ્ય અને પશ્ચિમના રાજ્યોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં તમિલનાડુ, કોંકણ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ વરસી શકે છે. 

ખાનગી હવામાન એજન્સીના આંકડા મુજબ, દેશભરમાં જૂનમાં 6.5 ઈંચનો 96 ટકા, જુલાઈ મહિનામાં 11 ઈંચનો 102 ટકા, ઑગસ્ટ મહિનામાં 10 ઈંચનો 108 ટકા અને સપ્ટેમ્બર મહિનામાં 6.6 ઈંચનો 104 ટકા અંદાજિત વરસાદ પડવાની શક્યતા છે. 

આવતીકાલે આ જિલ્લામાં યલો ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આવતીકાલે 10 એપ્રિલ, 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી 15 એપ્રિલ સુધી શુષ્ક હવામાન રહેવાનું હોવાથી લોકોને ગરમીથી રાહત મળી રહી શકે છે. 

Related News

Icon