Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના બાજરીના ઉત્પાદન માટે જાણીતા એવા ધાનેરા તાલુકાના એડાલ ગામે ખેતરમાં મૂકેલી સોલાર પ્લેટ્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. એડાલ ગામમાં મોટી સંખ્યામાં પડેલી સોલાર પ્લેટમાં અચાનક આગ ભભૂક્તા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, હજી ઘણાબધા ખેતરોમાં સોલાર પ્લેટ લાગે તે પહેલા જ કાળઝાળ ગરમીને લીધે આગ લાગ્યાનું સ્થાનિકોનું અનુમાન છે. આગની જાણ થતા ધાનેરાથી ફાયર ફાઈટર પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

