રાજકોટ : બળાત્કારના આક્ષેપિત આરોપી અમિત ખૂંટ આત્મહત્યા મામલે પાટીદાર આગેવાનો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ગોવિંદભાઈ સગપરીયાએ નિવેદન આપ્યું હતું કે, ‘અમિત ખૂંટ દ્વારા થોડા દિવસ પેહલા જમીન વેચવા કાઢી હતી ત્યારબાદ આ જમીન વેચવાની કેન્સલ થઈ. રીબડામાં હજુ પણ જમીન વેચવી હોય તો અનિરુદ્ધસિંહ જાડેજાને ભાગ આપવો પડે તેવી સ્થતિ છે. 2022માં ચૂંટણીનો ખાર રાખી પણ હેરાન કરવામાં આવતા હતા. જ્યાં સુધી અમિત ખૂંટના આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમે લોકો અહીંયા જ રહીશું. લાશ નહીં સ્વીકારીએ.”

