અમદાવાદ નજીક આવેલા કઠવાડામાં પડેલા ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. મધુમાલતી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘુસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સ્થિતિના કારણે મધુમાલતી આવાસ યોજનાના મકાનમાં રહેતા 1500થી વધુ લોકો હેરાન પરેશાન બન્યા છે.