Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામડાઓના ખેડૂતોને નવી જમીન માપણીઓમાં વ્યાપક ભૂલોના આક્ષેપને લઈ કોંગ્રેસે આજે કલેકટર કચેરીમાં વિરોધ નોંધાવ્યો હતો. કચેરીમાં રહેલા ભાજપના બેનરોએ કોંગ્રેસ કાર્યકરોએ ફાડી નાખ્યા હતા. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લીધે આખી કલેકટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી.

