ઓરબીટ સ્માર્ટ સ્કૂલમાં 2 દિવસીય સ્પોર્ટ્સ ડેની ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ ઉજવણી

ઓરબીટ સ્માર્ટ સ્કૂલમાં તા. 08-01-2026 અને 09-01-2026ના રોજ બે દિવસીય સ્પોર્ટ્સ ડેની ઉજવણી અત્યંત ઉત્સાહ અને આનંદ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, ટીમવર્ક, શિસ્ત અને ખેલભાવનાનો વિકાસ કરવો હતો. કાર્યક્રમની શરૂઆત સંચાલક મનસુખભાઈ સરખેલીયા, આચાર્ય નિકુંજભાઈ કટારિઆ, હિમાંશુભાઈ રાજ, ફાલ્ગુનીબેન પટેલ અને તમામ વિદ્યાર્થીઓ દ્વારા મશાલ યાત્રા કાઢી કરવામાં આવી હતી. સંચાલકના માર્ગદર્શક ભૂમિકા અને તમામ સ્ટાફની આયોજન ક્ષમતાના કારણે સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો. આ પ્રસંગે શાળાના સંચાલક મનસુખભાઈએ વિદ્યાર્થીઓને રમતગમતના મહત્વ વિશે પ્રેરણાદાયક સંદેશ આપ્યો અને ખેલભાવનાને જીવનમાં અપનાવવાની અપીલ કરી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો. તેમણે વિવિધ રમતોની આયોજન, વ્યવસ્થા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી.
સ્પોર્ટ્સ ડે દરમિયાન વિદ્યાર્થીઓએ દોડ, કબડ્ડી, ખો-ખો, સંગીત ખુરશી, રિલે રેસ સહિતની વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. દરેક સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા, શક્તિ અને રમતિયાળ ભાવનાનો સુંદર પરિચય આપ્યો. પ્રેક્ષકો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સતત ઉત્સાહ આપવામાં આવ્યો, જેના કારણે સમગ્ર માહોલ ઉત્સવ સમાન બની ગયો.
કાર્યક્રમના અંતે વિજેતા તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મેડલ અને પ્રશસ્તિપત્રો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું. સમગ્ર સ્પોર્ટ્સ ડે કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે યાદગાર અનુભવ બની રહ્યો અને શાળાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
Nikunj Kataria
Nikunj Kataria
Nikunj Kataria
Nikunj Kataria
Next Story Arrow GIF