રાહુલ દ્રવિડના 5 રેકોર્ડ્સ જે તોડવા કોઈપણ ખેલાડી માટે છે મુશ્કેલ Source : Google

ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન અને વિશ્વના મહાન બેટ્સમેનોમાંથી એક રાહુલ દ્રવિડ આજે (11 જાન્યુઆરી) 53 વર્ષનો થયો. 'ધ વોલ' કહેવતો દ્રવિડ તેની ટેકનિક, ધૈર્ય અને ક્લાસિક બેટિંગ માટે જાણીઓ હતો. તે એકવાર સેટ થઈ જાય પછી તેને આઉટ કરવો મુશ્કેલ હતો. Source : Google

હેડ કોચ તરીકે 2024માં ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર રાહુલ દ્રવિડના નામે ઘણા રેકોર્ડ્સ છે, આજે અમે તમને તેના 5 એવા રેકોર્ડ્સ વિશે જણાવીશું જે તોડવા લગભગ અશક્ય છે. Source : Google

રાહુલ દ્રવિડ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ કેચ (નોન-વિકેટકીપર) ઝડપવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે 163 ટેસ્ટ મેચોમાં કુલ 209 કેચ ઝડપ્યા છે. VVS લક્ષ્મણ આ યાદીમાં બીજા ક્રમે છે, જેણે 134 ટેસ્ટ મેચોમાં 135 કેચ લીધા છે. Source : Google

ODI ક્રિકેટમાં રાહુલ દ્રવિડ સતત 120 ઈનિંગ્સ સુધી અણનમ રહ્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન હતો. ન્યુઝીલેન્ડના દિવંગત ક્રિકેટર માર્ટિન ક્રો 119 ઈનિંગ્સ સાથે આ સંદર્ભમાં બીજા ક્રમે છે. Source : Google

રાહુલ દ્રવિડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શૂન્ય રન પર આઉટ વિના સતત 173 ઈનિંગ્સ રમી હતી. તેણે 10 જાન્યુઆરી, 2000થી 6 ફેબ્રુઆરી, 2004ની વચ્ચે આ સિદ્ધિ હાંસલ કરી હતી. સચિન તેંડુલકર 136 ઈનિંગ્સ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. Source : Google

ટેસ્ટ ક્રિકેટમાં રાહુલ દ્રવિડે કુલ 44, 152 મિનિટ ક્રીઝ પર વિતાવી હતી, જે આ ફોર્મેટમાં કોઈપણ ક્રિકેટર દ્વારા વિતાવેલો સૌથી વધુ સમય છે. Source : Google

રાહુલ દ્રવિડે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 31,258 બોલનો સામનો કર્યો હતો. આ એક એવો વિશ્વ રેકોર્ડ છે જે તોડવો લગભગ અશક્ય છે. Source : Google

11 જાન્યુઆરી, 1973ના રોજ ઈન્દોરમાં જન્મેલા રાહુલ દ્રવિડે 164 ટેસ્ટ મેચોમાં 13,288 રન બનાવ્યા હતા, જેમાં 36 સદી અને 63 અડધી સદીનો સમાવેશ થાય છે. તેની ટેસ્ટ એવરેજ 52.31 હતી. Source : Google

ODI ક્રિકેટમાં દ્રવિડે 344 મેચ રમીને 10,889 રન બનાવ્યા હતા, જેમાં 12 સદી અને 83 અડધી સદીનો સમાવેશ થાય છે. તે ટેસ્ટ અને ODI બંનેમાં 10,000થી વધુ રન બનાવનારા માત્ર 2 ભારતીય બેટ્સમેનોમાંથી એક છે. Source : Google

રાહુલ દ્રવિડની કેપ્ટનશિપ હેઠળ, ભારતે અનેક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી હતી. દ્રવિડના નેતૃત્વમાં જ ભારતે સાઉથ આફ્રિકાની ધરતી પર તેની પહેલી ટેસ્ટ મેચ જીતી હતી. Source : Google

2006-07ના પ્રવાસ દરમિયાન ભારતે જોહાનિસબર્ગ ટેસ્ટમાં યજમાન ટીમને 123 રનથી હરાવ્યું હતું. આ ઉપરાંત 2007માં દ્રવિડની કેપ્ટનશિપ હેઠળ ભારતે 21 વર્ષ પછી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. Source : Google