અમદાવાદ સહિત રાજ્યમાં ઠગ ટોળકી વિવિધ નામે છેતરપિંડી આચરતી હોય છે. હવે આ ગેંગ પેટીએમ સાઉન્ડ બોક્સના નામે છેતરપિંડી આચરી રહી છે. આવી જ ઘટના એક વૃદ્ધ સાથે બે વ્યક્તિઓ દ્વારા ડેબિટ કાર્ડની ઓનલાઈન અરજી કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. મોબાઈલ ફોનમાં એપ્લિકેશન પાસવર્ડ મેળવી બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી 5.99 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જેની વૃદ્ધે સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

