ટેક્સટાઈલ નગરી તરિકે ઓળખાતું સુરત હવે દેશ દુનિયાના સિમાડા ઓળંગી રહ્યું છે. ફ્રાન્સમાં હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેમાં સુરતની ફેશન ડિઝાઈનર ટીના રાંકાએ ભારતની અલગ અલગ સંસ્કૃતિઓની ઝલક પોતાના ડ્રેસમાં કંડારી રેડ કાર્પેટ પર વોક કરી હતી. ટીના રાંકા શેહેરની પહેલી ફેશન ડિઝાઈનર છે જેણે સુરતનું કાનમાં પ્રતિનિધિત્વ કર્યું છે.
મૂળ રાજસ્થાનની વતની
ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચનાર સુરતની ટીના રાંકાએ જણાવ્યું હતું કે, એક રાજસ્થાનના નાના શહેરમાંથી આવે છે અને છેલ્લા 22 વર્ષથી સુરતમાં પોતાના પરિવાર સાથે રહે છે. નાનપણથી જ તેને ફેશન ડિઝાઈનિંગનો શોખ હતો. અભ્યાસ પણ રાજસ્થામાં જ થયો હતો. ત્યારબાદ તેના લગ્ન થયા અને સુરત આવી ગઈ હતી. સંયુક્ત ફેમિલી માં રહેતી અને બે સંતાન ની માતા ટીના રાંકાએ પોતાના નામની જ ફેશન ડિઝાઇન બ્રાન્ડ બનાવી છે. જેમાં પરિવારજનોએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે.
કોન્ફિડન્સથી કાન પહોંચી
ટીના રાંકાએ પોતાના સંઘર્ષ વિશે વધુ જણાવ્યું હતું કે, દરેક ફેશન ડિઝાઈનર નું એક સપનું હોય છે કે કોઈ એવી જગ્યા પર પહોંચે કે જ્યાં પૂરી દુનિયા હોય. એ જ રીતે મેં ખૂબ જ નાના લેવલથી કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ ધીરે ધીરે કામ અગે સમજ આવતા ગ્રીપ પણ આવી ગઈ હતી. અને ત્યારબાદ મારું કામ એવું છે કે જેને વર્લ્ડ વાઈડ પણ લઈ જઈ શકાય છે. ત્યારબાદ એક્સપિરિયન્સે કોન્ફિડન્સ આપ્યો અને કોન્ફિડન્સે કાનનું પ્લેટફોર્મ આપ્યું છે.
ડ્રેસમાં 50 હજાર મોત લગાવ્યા
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ લુક વિશે જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિને હું ખૂબ જ પ્રેમ કરું છું અને ટ્રેડિશનલ આઉટ ફીટ વધારે પસંદ કરું છું. જેથી રેડ કાર્પેટ લૂકમાં ભારતીય સંસ્કૃતિની અલગ અલગ ઝલક ડ્રેસમાં કંડારી હતી. ડ્રેસને આકર્ષક બનાવવા માટે હાથેથી 50 હજાર મોતી લગાડવામાં 3 હજાર કલાકથી પણ વધુનો સમય લાગ્યો હતો. ડ્રેસમાં રંગબેરંગી મોતીઓ, રત્નો સ્ત્રીત્વની શક્તિ અને શક્તિ પ્રત્યેની ભક્તિને દર્શાવે છે અને દુપટ્ટો એની ભવ્યતામાં વધારો કરે છે. સાથે જ ઘરેણાં પરની શાહી ડિઝાઈનને કલાત્મક રીતે સુંદર રૂપ આપવા માટે 120 કલાકથી પણ વધુનો સમય લાગ્યો હતો અને બુટને પણ ભરતકામ કરી 150 કલાકની મહેનતે શણગારવામાં આવ્યા હતા.