
Narmada News: ગુજરાતમાંથી સતત પોતાના હોદ્દાનો દુરુપયોગ કરતા પદાધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. એવામાં નર્મદામાંથી એક પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર ખાનગી કારમાં પોલીસની વર્દી પહેરીને અકસ્માત સર્જ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, નર્મદા જિલ્લામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વાય એચ પઢિયાર વડોદરા ખાતે ખાનગી બ્રેઝા ગાડીમાં પોલીસ ડ્રેસ પહેરીને વાહનોને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જ્યો હતો. તેમજ ગાડીમાં ઇંગ્લિશ દારૂ મળી આવતા વડોદરા છાણી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને પગલે આખરે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ તેમની આ ગેરવર્તણૂક બાબતે ખાતાકીય તપાસ કરવામાં આવશે.