યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના(FBI) ભૂતપૂર્વ એજન્ટ જોનાથન બુમાએ ઉદ્યોગપતિ અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક(Industrialist and SpaceX CEO Elon Musk) વિશે મોટો દાવો કર્યો છે. એફબીઆઈના એક ભૂતપૂર્વ એજન્ટનું કહેવું છે કે રશિયન ગુપ્તચર એજન્સીઓ સેક્સ અને ડ્રગ્સ દ્વારા મસ્કને બ્લેકમેલ કરવા માંગતી હતી અને રશિયાએ તેમને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. જોકે, ભૂતપૂર્વ એફબીઆઈ એજન્ટે તેમના સ્ત્રોતો જાહેર કર્યા નથી.

