અભ્યાસ અર્થે કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે 'પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ' (PGWP) નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. PGWPના નવા નિયમો હેઠળ હવે ફરજિયાતપણે અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ ઉપરાંત અમુક ચોક્કસ ક્ષેત્રોમાં અભ્યાસ બાદ વર્ક પરમિટ આપવાનો નિર્ણય લેવાયો છે. જેથી હવે ગમે-તે વિષયમાં અભ્યાસ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓ પર તવાઈ આવશે.

