-
મસ્કે ટ્રમ્પ પાછળ પ્રચાર કરવા રુ. 1100 કરોડ ખર્ચ્યા હતા. તેના જવાબમાં ટેસ્લાના શેરમાં એક જ દિવસમાં 15 ટકાનો ઉછાળો આવતા તેના શેરનું મૂલ્ય બે લાખ કરોડથી પણ વધુ વધી ગયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ટ્રમ્પ માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો. તેમણે ટ્રમ્પ કેમ્પને $119 મિલિયનનું દાન પણ આપ્યું. બુધવારે યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ મસ્કની કંપની ટેસ્લાના શેરમાં 14.75%નો વધારો થયો હતો. આનાથી મસ્કની નેટવર્થ $26.5 બિલિયન વધી. એટલે કે મસ્કને તેના રોકાણ પર માત્ર એક જ દિવસમાં 22,544 ટકા વળતર મળ્યું. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મસ્કની કુલ સંપત્તિ હવે $290 બિલિયન સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે તેની નેટવર્થ $61.3 વધી છે.

