-
વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં શનિવારે ક્વેટા રેલવે સ્ટેશન નજીક એક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. સવારે 9 વાગ્યે પેશાવર જતી ઝફર એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા માટે મુસાફરો પ્લેટફોર્મ પર એકઠા થઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ પાકિસ્તાની સેનાના જવાનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ સમયે પ્લેટફોર્મ પરથી પેશાવર જવા માટે એક ટ્રેન તૈયાર હતી.

