થોડા દાયકા પહેલાં સુધી અમેરિકાના રાજકારણમાં ગણ્યાગાંઠ્યા એકાદ ભારતીયનું નામ જોવા મળતું હતું, પરંતુ છેલ્લાં થોડા વર્ષોમાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. હાલની જ વાત કરીએ તો અમેરિકામાં યોજાયેલી લોકલ બોડી અને સ્ટેટ ઇલેક્શન માટે 3 ડઝનથી વધારે ભારતીય અમેરિકી મેદાનમાં છે. અમેરિકામાં મૂળ ગુજરાતીઓનો પણ દબદબો જોવા મળી રહ્યો છે.

