-
કેનેડામાં ડિસેમ્બર 2025 પહેલા ચૂંટણી યોજાવાની છે અને હાલમાં ટ્રુડો પોતાની લીબરલ પાર્ટીમાં વિરોધનો સામનો કરી રહ્યા છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો વિશે અબજોપતિ એલોન મસ્કએ મોટી ભવિષ્યવાણી કરી છે. મસ્કનો દાવો છે કે ટ્રુડો આગામી ચૂંટણીમાં હારી જશે. હાલમાં જ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ટ્રમ્પના પ્રચારમાં મસ્કની પણ મોટી ભૂમિકા હતી. ટ્રમ્પે પણ પોતાના ભાષણમાં ટેસ્લા ચીફનો ઘણી વખત ઉલ્લેખ કર્યો હતો.

