ભારતે તે તમામ રિપોર્ટને ફગાવી દીધા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન પાકિસ્તાનમાં સંવેદનશીલ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર કેટલાક એક્સપર્ટ્સ વારંવાર દાવો કરી રહ્યાં છે કે કિરાના હિલ્સને નિશાન બનાવવામાં આવ્યું છે જ્યાં પાકિસ્તાને કેટલાક પરમાણુ વારહેડ્સ રાખ્યા હતા અથવા પછી જ્યાં પાકિસ્તાનનું ન્યૂક્લિયર ઠેકાણું છે.

