Weather: રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છમાં સિવિયર હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સૌરાષ્ટ્રમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ જારી કરાયું છે.

