Home / Gujarat / Chhota Udaipur : Fire breaks out in Bodeli market

VIDEO: બોડેલીની માર્કેટમાં લાગી આગ, લગ્ન પ્રસંગના ડેકોરેશનની દુકાન બળીને થઈ ખાક

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના હરીફાઈ માર્કેટ વિસ્તારમાં આજે વહેલી સવારે ભીષણ આગની ઘટના સામે આવી છે. લગ્ન અને અન્ય પ્રસંગોની ડેકોરેશન માટેનો સામાન વેચતી 'રોયલ ડેકોરેશન' નામની દુકાને આગ લાગતા સમગ્ર દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. આગના કારણે દુકાનમાં રહેલો તમામ સામાન બળી ગયો હતો, જેમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું કારણ શૉર્ટ સર્કિટ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આગ લાગવાની જાણ થતાં ફાયર ફાઈટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon