શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં મગની દાળ અને મેથી ઉગાડવાની કોશિશ કરશે. એક્સિઓમ-4 મિશનમાં, ભારતના શુભાંશુ શુક્લા પાઇલટ તરીકે જઈ રહ્યા છે. આ ઐતિહાસિક મિશનમાં, શુભાંશુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં માઇક્રોગ્રેવિટીનું પણ પરિક્ષણ કરશે. આ મિશન 8 જૂને લોન્ચ કરવામાં આવશે. ભારત માટે આ મિશન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે ત્યાર બાદ ગગનયાન મિશન પર ધ્યાન આપવામાં આવશે. આ મિશન ઇસરો, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીનું સહયોગી પ્રોજેક્ટ છે.

